ATM કાર્ડનો ઉપયોગ કર્યા વગર કેશ ઉપાડવાની સુવિધા ‘યોનો કેશ’નો એસબીઆઈએ પ્રારંભ કર્યો છે. યોનો કેશ એસબીઆઈ દ્વારા દેશમાં નાણાંકીય અને લાઇફસ્ટાઇલ સેવાઓનો ઉપયોગ કરવા લોકોની રીત સુધારવા માટે મોટી હરણફાળ છે. જણાવી દઈએ કે, એસબીઆઈના 16,500થી વધારે એટીએમ પર આ કાર્ડ વગર રોકડ રકમ ઉપાડવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સેવા માટે સક્ષમ એટીએમને યોને કેશ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવશે. યોનો કેશ સિક્યોરિટી ફીચર અને કાર્ડ વગર રોકડ રકમ ઉપાડવાની સુવિધા ગ્રાહકને આપશે તેવું બેંકનું માનવું છે.
આ લોંચ પર એસબીઆઈનાં ચેરમેન રજનીશ કુમારે કહ્યું હતું કે યોનો કેશ બેંકનાં ગ્રાહકો માટે બેંકિંગનો શ્રેષ્ઠ અને સુવિધાજનક અનુભવનાં લક્ષ્યાંક પૂર્ણ કરવાની દિશામાં વધુ એક પગલું છે. યોનો પર આ સુવિધા એના યુઝરને ફિઝિકલ ડેબિટ કાર્ડ વિના રોકડ રકમ ઉપાડવા માટે મદદરૂપ થાય એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. યોનો મારફતે અમારો પ્રયાસ આગામી 2 વર્ષમાં એક પ્લેટફોર્મ પર નાણાંકીય વ્યવહારની સંપૂર્ણ ઇકોસિસ્ટમ સંકલિત કરીને ડિજિટલ યુનિવર્સ ઊભું કરવાનો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, એસબીઆઈ આગામી વર્ષોમાં ગ્રાહકોનાં જીવનને વધુ સરળ બનાવવા યોનો પર વધારે ફીચર લોંચ કરશે.
મહત્વનું છે કે, ફેબ્રુઆરી, 2019 સુધીમાં 7 મિલિયનથી વધારે સક્રિય યુઝર્સ સાથે યોનેને 18 મિલિયનથી વધારે ડાઉનલોડિંગ મળ્યું છે.