વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG)ની કમાન હવે ભારતીય પોલીસ સેવાના એડિશનલ ડાઈરેક્ટર જનરલ (ADG) સ્તરના અધિકારીના હાથમાં રહેશે. તેની સાથે જ જૂનિયર અધિકારીઓની 6 વર્ષના પ્રારંભિક સમયગાળા માટે પ્રતિનિયુક્તિ પર નિમણૂક કરાશે.
SPGનું મુખ્યાલય નવી દિલ્હીમાં હશે
કેન્દ્રીય ગૃહમંત્રાલય વતી આ માપદંડ SPG એક્ટ, 1988 (1988ના 34) હેઠળ ગેઝેટ નોટિફિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોના નવા સેટ દ્વારા નક્કી કરાયા હતા. તે અનુસાર અખિલ ભારતીય સેવાઓના અધિકારીઓને કેન્દ્ર સરકારમાં અનુરૂપ રેન્કના અધિકારીઓને લાગુ પડે તેવા જ નિયમો અને શરતો પર કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન પર એસપીજીમાં નિયુક્ત કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે પહેલાની જેમ SPGનું મુખ્યાલય નવી દિલ્હીમાં હશે. નિર્દેશકની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય પોલીસ સેવાના અધિક પોલીસ મહાનિર્દેશકના સ્તરે કરવામાં આવશે.