વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરોએ મને વચન આપ્યું હતું કે આ વખતે હોળી દસમી માર્ચે શરૂ થશે અને તેઓએ તે પાળી બતાવ્યું છે. ભાજપના કાર્યકરોએ દિવસરાત મહેનત કરીને ચાર રાજ્યોમાં ભાજપને વિજયી બનાવ્યું. દિલ્હીમાં ભાજપના મુખ્યમથકે કાર્યકરોને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે લોકોએ સરકારની યોજનાઓ અને નીતિ પર મ્હોર મારી છે.
તેમણે જણાવ્યું હતું કે અમે યોજનાઓની ડિલિવરી સિસ્ટમને ઠીક કરી છે. હું છેવાડાના માનવીના ઘેર સુધી ફાયદો પહોંચાડયા વગર બેસવાનો નથી. યોજનાઓને ગરીબ સુધી પહોંચાડવા માટે બહુ હિંમતની જરૂર પડી, પરંતુ મેં આ કરી બતાવ્યું. અમારૂં સૌભાગ્ય છે કે ભાજપને મહિલાઓએ મોટાપાયે મત આપ્યા છે. સ્ત્રીશક્તિ ભાજપની સારિથ બની છે.