Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઈ, અમદાવાદ, કોલકત્તા અને ચેન્નાઈ જેવા ભારતનાં મોટા શહેરમાં સાંજ પડે ત્યારે નાના બાળકો ટી. વી.ના હવાલે થઈ જાય છે. મોટા નગરોમાં ફિલ્મ, ક્રિકેટની વાતો બાળકો વચ્ચે વધારે જોવા મળે છે. બાળકોના જીવનમાં મમ્મી-પપ્પા જ નહીં દાદા-દાદીની વાર્તાઓ ખૂટે છે. થોડાં વર્ષો પહેલાં ચોંકાવી નાખે તેવો સર્વે ડૉ. એરિક સીંગમેને કર્યો હતો. આ સર્વે મુજબ બ્રિટનના અડધો-અડધ જુવાન મા-બાપ જેને બાળકો છે તે રાત્રે સૂતી વખતે તેમના બાળકોને વાર્તા સંભળાવી શકતા નથી. સમય તેજગતિથી બદલાતો જાય છે. બાળકોને દાદીમાની વાર્તા સાંભળવાની સ્હેજપણ આદત કેમ નથી ? શહેરમાં રહેતા મા -બાપ પોતાના બાળકોને ફિલ્મ જોવા લઈ જાય છે. ઘણી વખતે બાળકની માતા રસોઈ કરીને જમવાનું પતાવીને ઊંઘી જાય છે. બાળકો મોડા સુધી ટી. વી. જોતા હોય એના લીધે એમના માનસ પર અસર પડે છે. નોકરી કરતાં માતા-પિતાને વાર્તા સંભળાવાની તો દૂર બે ઘડી વાત કરવાની આદત નથી. કોઈ દેશનું ભવિષ્ય અથવા કોઈ દેશનું ચારિત્ર જોવું હોય છે તો તે દેશના બાળકો કેવા ગીતો સાંભળે છે, બાળકો કેવા સાહિત્યનું વાચન કરે છે એના પરથી ખ્યાલ આવે છે. ઘરમાં સારા પુસ્તકો રાખવા જોઈએ. જે ઘરમાં સારા પુસ્તકો નથી ત્યાં ‘દિકરી પરણાવવી જોઈએ નહીં, એવી કહેવત ગુજરાતમાં વિખ્યાત બનતી જાય છે પરંતુ તેનું અનૂસરણ થાય તેવું ઓછું નજરે પડે છે. સારી વાર્તા બાળકની અંદર પ્રેમભાવને જન્માવે છે, બાળકની અંદર ગાઢ વિશ્વાસનો સંચાર કરે છે. સારી વાર્તાઓ બાળકના જીવનની અંદર સંસ્કારનું સિંચન કરે છે.

કેટલાક વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે ભણવાનું વંચાતું નથી તો વાર્તાઓ, કવિતા વાંચવાની વાત ક્યાંથી આવે ? ખરેખર તો ભણતરના સર્ટીફિકેટથી જીવનનું ઘડતર કરી શકતું નથી. કારણ કે અભ્યાસ કરતાં બાળકોને એવું ઓછું ભણવામાં આવે છે જે ભવિષ્યમાં જીવનમાં ઉપયોગી થાય ! શાળા-કોલેજોમાં જીઓગ્રાફિ, સાયન્સ અને હિસ્ટ્રીનાં આંકડા ભણાવવામાં આવે છે. આંટી-ઘૂંટીવાળા આંકડાઓ બાળકની ચેતનાને જાગૃત કરી શકતા નથી.

કોઈ સમયની સંસ્કૃતિની વાત કરો. દરેક સંસ્કૃતિના બાળકોને માતા-પિતાએ વાર્તા સંભળાવી છે. ક્રિસ્ટોફર લાશ્વ નામના ઈતિહાસકારે કહ્યું છે કે આકાંક્ષા અને આશાવાદની અલગ વાત છે. પરંતુ બાળકની અંદર વાર્તા આકાંક્ષા જગાડે છે. આપણે જ્યારે બાળકને વાર્તા સંભળાવીએ છીએ ત્યારે બાળક હૂંકારો ભરતો હોય છે અને બોલતો હોય છે, અને પછી દાદી મા, શું થયું ? એવું નવું જાણવાની આકાંક્ષા જગાડે છે.

નવું-નવું જાણવાની ઈચ્છા બાળકના જીવન ઘડતરમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. ચાર-પાંચ વરસના બાળકને જ્યાં દોરશો ત્યાં જશે. જેવું સંભળાવશો તેવું બનશે. બાળકને લાગણીશીલ, પ્રેમાળ બનાવવું હોય તો, બાળકને વાર્તા સંભળાવો. સારી વાર્તા બાળકના જીવન પર અસર કરે છે. કોઈ પણ મમ્મી-પપ્પા ગમે તેટલા કામમાં વ્યસ્ત હોય પરંતુ તેમણે બાળકને વાર્તા સંભળાવવા માટે સમય કાઢવો જોઈએ.

શહેરોમાં ઘણા ખરા ઘરોમાં બે સમયનું ભોજન બનતું નથી. રેસ્ટોરાંમાં ઉભરાતી સંખ્યા જોવા મળે છે. બાળકની તંદુરસ્તી ખોરવાતી જાય છે. કેટલાક રોગ માણસ માટે કાયમી બનતા જાય છે. અભણ બાળકની માતાને વાર્તા આવડે છે. કમનસીબીની વાત એ છે કે ભણેલી ગણેલી માતાને વાર્તા પણ આવડતી નથી. ભણેલી-ગણેલી બાળકની માતા પાસે સમય નથી. કારણ કે તે નોકરી જતી હોય છે. તેથી તેની વાંચવાનો સમય મળતો નથી. બાળકને રમાડવા માટે, સ્કૂલે મૂકવા માટે નોકર રાખવામાં આવે છે તો પછી સ્પેશિયલ વાર્તા સંભળાવાની વાત ક્યાં રહી ? મા-બાપે બાળકને વાર્તા સંભળાવા માટે થોડો સમય અનામત રાખવો જોઈએ. આજના યુગનાં માતા-પિતા રજાઓના દિવસે થિયેટરોમાં ફિલ્મ જોવા જાય છે. બાળકનાં મમ્મી-પપ્પાઓને કવિતા, વાર્તાઓ, નવલકથાઓ વાંચવાની ફૂરસદ છે જ નહીં ! બાળ શિક્ષણનાં પ્રખર ચિંતક ગીજુભાઈ બધેકા કહે છે, ઈશ્વરની સૃષ્ટિમાં માનપૂર્વક ઉભા રહી તેના વિકાસના ક્રમને ઓળખીને તેને અનુકૂળતા કરી આપીએ. બાળક બીજું કંઈ નહીં પણ ઈશ્વરના વિકલ્પને પૂજી શકાય તેવું પાત્ર છે. બાળક સંકુચિત ન બને તેનો ખ્યાલ રાખવાની જવાબદારી મા-બાપની છે. ફેશનના જમાનામાંથી બહાર આવીને બાળકની માતાએ લાયબ્રેરીમાં જવાની ટેવ પાડવી જોઈએ.

વધુ પડતું જ્ઞાન માણસની મૂળભૂત સમસ્યા બની ગઈ છે. મનોરંજનના સાધનોએ આ સમાજને ઘણો ખાડામાં નાંખ્યો છે. ગંદા ચલચિત્રોએ તો આ દેશની ઉગતી નસલને વાઢી નાખી છે. ગંદા ચલચિત્રોએ બાળકની અંદર એવું ઝેર ભરી નાંખ્યું છે કે એનું પરિણામ ખૂન, લૂંટ-ફાટ, ચોરી અને બળાત્કાર આવ્યું છે.

બદલતા સમયની રંગીન દુનિયામાં માણસ રંગાઈ ગયો છે. આજની યુવા સ્ત્રીઓ સાહિત્યથી વિખૂટી પડી ગઈ છે. હવે મહિલાઓને પુસ્તકોના બદલે કપડાઓ, મોર્ડન યુગની લાઈફ-સ્ટાઈલ અને રસોઈ બનાવવાના પુસ્તકોમાં રસ છે. ક્રોસ વર્લ્ડમાં રસોઈ બનાવાનાં પુસ્તક ધમધોખાર વેચાય છે.

વાર્તાઓ, કવિતા અને નવલકથાઓના પુસ્તક પડ્યા-પડ્યા ઊધઈ ખાય છે. જમાનાનો દોષ નથી. દોષ માણસની પ્રકૃતિનો છે. માણસના મગજ ઉપર અનેક ગંદા લીસોટા પડી ગયા છે. વર્તમાન પેઢીનું ભવિષ્ય સુખની સાથે સમજણ વગરનું હોઈ શકે છે. કારણ કે આધુનિક સમયના બાળકની માતાને વાર્તા આવડતી નથી. આજની સ્ત્રીઓને રાબિયા, પાનબાઈ, ગંગાસતી કે મીરાબાઈના ભજન આવડવાની વાત તો દૂર રહી પણ વાંચવામાં પણ રસ નથી.

એક અંગ્રેજી અખબારમાં બાળ પુસ્તકાલય યોજનાના સંચાલક સુરેખા પાણદીકરે એક લેખ લખ્યો હતો. પહેલા સુરેખા પાણંદીકરનો પરિચય આપું તો એ દિલ્હી સ્થિત એક બાળ પુસ્તકાલય યોજનાના સંચાલક છે. આ યોજના બાળકોને વાર્તાઓ, કવિતાઓ અને નાટક જેવા પુસ્તકો પૂરા પાડે છે. આ સંસ્થાએ ભારતના પછાત વિસ્તારોમાં 115 બાળ પુસ્તકાલયની સ્થાપના કરી છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન પબ્લીશર્સના સૌજન્યથી 25 બાળ પુસ્તકાલય ખોલ્યાં છે. આ યોજના અંતર્ગત જેમાં 5000 પુસ્તકો બાળકોને ભેટ આપવામાં આવે છે. સુરેખા પાણંદીકરની 25 વર્ષની મહેનતે ઘણા બાળકોની અંદર બદલાવ લાવ્યો છે. બાળ વાર્તાઓ થકી બાળકની અંદર જ્ઞાનની સાથે સંસ્કાર, આદરભાવ જેવા ગુણો કેળવાય છે. સાહિત્ય વગર બાળકોનો વિકાસ શક્ય નથી. કવિતા, વાર્તા અને નાટકો એ નાના બાળકોની વિકાસની યુનિવર્સિટી કહી શકાય છે.

દુનિયાના માર્કેટમાં ગંદુ જલ્દી મળી રહે છે. સારું ખોળવું પડે છે. એટલા માટે બાળકોને વાર્તા, સારું સાહિત્ય વાંચશે ત્યારે કોઈ દિવસ ટોકવા નહીં પડે. બાળક આપમેળે સમજણ અનુભવશે. કોઈપણ દેશ, સમાજનું ભવિષ્ય બાળકની માતાના હાથમાં હોય છે. પશ્ચિમીકરણમાંથી બહાર આવીને એક હતો રાજા, એક હતી રાણી... વાર્તા રે વાર્તા... એના તરફ વળ્યા સિવાય છૂટકો નથી.

ચીનના એક તત્ત્વજ્ઞાનીએ પુસ્તક લખ્યું છે. ‘વિઝડમ્ ઓફ ઈન્ડિયા’ એક પુસ્તકનાં લેખક કહે છે કે મે મારા બાળપણના દિવસોમાં રામાયણ અને મહાભારતના અનુવાદ વાંચ્યો છે. આ ચીની લેખક પાસેથી ભારતીય નાગરિકો એ  કંઈક શીખવું જોઈએ. જો ચીનના બાળકો રામાયણ અને મહાભારત વાંચતા હોય તો આપણે કેમ નહીં...?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ