ભારતમાં 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ હવે અમેરિકાએ પણ મોટો નિર્ણય લીધો છે. અમેરિકન સરકારે ચીનની બે કંપનીઓને પોતાની સુરક્ષા માટે જોખમી ગણાવી છે. જેમાં હુઆવૈ (Huawei) ટેક્નોલૉજી અને ZTE કોર્પ સામેલ છે. હવે અમેરિકામાં આ બન્ને કંપનીઓના વેપાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ અંગે અમેરિકાના ફેડરલ કૉમ્યુનિકેશન કમિશને મંગળવારે 5-0ની વૉટિંગના આધારે આ બન્ને કંપનીઓને ખતરનાક ગણાવી હતી. અમેરિકી સરકારે આ કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ પણ કર્યો હતો. જેમાં 8.3 બિલિયન ડૉલરના ઉપકરણો ખરીદવાના હતા. જો કે હવે તેના ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે.
અમેરિકાના FCC ચેરમેન અજિત પાઈએ એક નિવેદનમાં જણાવ્યું કે, અમે ચીની કંપનીઓને અમારું નેટવર્ક શેર ના કરી શકીએ. જેનાથી અમારા કૉમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુક્સાન થઈ જાય. જો કે હજુ સુધી આ નિર્ણય પર બન્ને કંપનીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.
આ સિવાય અમેરિકા તરફથી અન્ય દેશોને પણ કહેવામાં આવ્યું છે કે, તેઓ Huawei સાથે કામ ના કરે, કારણ કે તે સુરક્ષા માટે જોખમી છે.
જણાવી દઈએ કે, ભારતમાં પણ Huawei પર સંકટ યથાવત છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી. જેમાં 5G નેટવર્ક ફાળવણીમાં Huawei દાવેદાર, પરંતુ આ બેઠકમાં તેના પર રોક લગાવવાની ચર્ચા કરવામાં આવી હતી.