ભારતીય રેલવે વિભાગે ટિકિટ બુકિંગના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવેથી બુક કરેલી ટિકિટને રદ કરવાને બદલે વ્યક્તિ ઇચ્છે તો પોતાના પરીવારજનના નામે ટ્રાન્સફર કરી શકશે. જોકે આ કન્ફર્મ ટિકિટને માત્ર બુકિંગ કરનારા વ્યક્તિના પરિવારજનો જેમ કે માતા-પિતા, ભાઇ-બહેન, પત્ની, પુત્ર કે પુત્રીના નામે જ ટ્રાન્સફર કરી શકાશે. કોઇ મિત્ર કે અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરા શકાશે નહીં.