હવે કોઈપણ સંસદ સભ્ય લોકસભામાં શપથ લેતી વખતે સૂત્રોચ્ચાર કરી શકશે નહીં. 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન કેટલાક સાંસદોએ શપથ લેતી વખતે ‘જય પેલેસ્ટાઈન’, ‘જય હિન્દુ રાષ્ટ્ર’ જેવા નારા લગાવ્યા હતા. આ અંગે ભારે હોબાળો થયો હતો. આને ધ્યાનમાં રાખીને લોકસભા અધ્યક્ષે નિયમોમાં કેટલાક સુધારા કર્યા છે.