અમદાવાદ જિલ્લાના ગામડામાં દારુ બંધ કરાવવા માટે પોલીસ સરપંચની મદદ લેશે. અમદાવાદ ગ્રામ્યના SP રાજેન્દ્ર અસારીએ કહ્યું કે અમે ટૂંક સમયમાં સરપંચો સાથે બેઠક કરીશું. તેમના મતે ગામમાં સરપંચ ભૂમિકા મહત્વની હોય છે, વળી, ગામમાંથી દારુનું દૂષણ દુર કરવાની જવાબદારી સરપંચની છે. અસારીએ કહ્યું કે ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજવા સરપંચો સાથે સંકલન સાધવાથી સારા પરિણામ મળ્યા હતા.