ગુજરાતમાં હવેથી રાજ્યની કોઈપણ રેશનિંગની દુકાનેથી કાર્ડધારકોને અનાજ મળી શકશે. રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા આ પોર્ટેબિલિટી સુવિધાનો અમલ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના કોઈપણ ખૂણે રહેનાર રેશનકાર્ડધારક ગમે તે શહેરમાં પુરવઠાની દુકાનમાંથી અનાજનો જથ્થો મેળવી શકશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળે છે. રાજ્યમાં 3.50 કરોડ લાભાર્થીઓને આ સેવાનો આગામી મહિનાથી લાભ મળશે. તમામ કામગીરી ઓનલાઈન કરાશે.