પતંજલિ આયર્વેદ હવે ઈલેક્ટ્રિક વ્હિકલ, સ્ટીલ અને મોબાઈલ ચીપના મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં ઝંપલાવવાની યોજના ધરાવે છે એવું કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકિષ્ણએ જણાવ્યુ હતું. કંપની બાયઆઉટની શોધ કરી રહી છે ત્યારે કેટલાક સંયુક્ત સાહસ ભાગીદારી અને નાણાકીય સહાયની માગણી કરવામાં આવી રહી છે. પતંજલિને હજી વૈવિધ્યકરણ અંગેનો નિર્ણય લેવાનો બાકી છે. પતંજલિ તેના ભાગીદારી સ્થાનિક કંપની સાથે જ કરશે.