ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્લાસ્ટિકના વપરાશથી પ્રદૂષણ અને ગંદકીમાં વધારો થતો હોવાને પગલે 50 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. જેના અંતર્ગત રાજ્યનાં તમામ યાત્રાધામોમાં કાપડની બેગનું વિતરણ કરવાનો રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત યાત્રાધામની બહાર વેપારી પ્રવૃત્તિઓ કરતા વેપારીઓને પણ એક વખત વિનામૂલ્યે કાપડની થેલીઓ આપવામાં આવશે.