એલન મસ્ક ટ્વીટરમાં વધુ એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે. હવે ટ્વીટર યુઝર્સે ન્યૂઝ આર્ટિકલ વાંચવા માટે પણ પૈસા ચૂકવવા પડશે. મસ્કે જણાવ્યું કે, મીડિયા પ્રકાશકોને એક ક્લિક સાથે પ્રતિ લેખના આધારે યુઝર્સ પાસેથી ચાર્જ લેવાની મંજૂરી આપવામાં આવશે. આ નવા ફિચરને 1 મેથી લાગુ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, મસ્કે હાલમાં જ બ્લુ ટિક માટે ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે.