વિમાનમાં પ્રવાસ કરતા મુસાફરો હવેથી ઉડાણ સમયે મોબાઈલ સેવાનો લાભ લઈ શકશે. TRAIને દર ત્રણ મહિને લગભગ 1 કરોડ જેટલી ફરિયાદ મળતી હતી, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. ટેલિકોમ કમિશને મંગળવારે વિમાન સફરમાં મોબાઇલ કોલિંગ અને ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તે માટે ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ સરકારને આ અંગે ભલામણ કરી હતી.