દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ બોટ સુવિધા ટુંક સમયમાં શરૂ થશે અને તેને કારણે હવે આકસ્મિક પરિસ્થિતિ સમયે દરિયાની વચ્ચે પણ 108 ઈમરજન્સી સેવા મળી શકશે. બેટ દ્વારકા ટાપુ છે અને અહીં 108 એમ્બ્યુલન્સ બોટ સેવા ટુંક સમયમાં કાર્યરત થશે. 108 એમ્બ્યુલન્સ બોટ તથા મેડીકલ ડોકટર ટીમ પોતાની ફરજ ચાલુ કરી દેશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળે છે.