કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆરડી)ના સ્થાપના દિવસના સમારોહમાં જણાવ્યું હતું કે હવે જમાનો થર્ડ ડિગ્રીનો રહ્યો નથી. પોલીસોએ હવે વૈજ્ઞાનિક રીતે તપાસ કરવી પડશે. ગુનેગારો અને ગુનાખોરી માનસ ધરાવતા લોકોથી પોલીસે હંમેશાં ચાર ડગલાં આગળ રહેવું પડશે. આ સમારોહમાં અમિત શાહે કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા માટે પોલીસ દળને આધુનિક બનાવવા દેશભરના પોલીસ તંત્રમાં સુધારો કરવાના સંકેત આપ્યા હતા.