- શૈલેશ રાવલ
ગુજરાત સરકારે આ માત્ર દેખાવે દુબળા લાગતા માનવીની તેની હયાતીમાં કોઈ કદર કરી નથી કે નથી અખબારી આલમે કે ઇલેક્ટ્રોનિક મીડિયાએ કોઈ દમદાર નોંધ લીધી. ગુજરાતનું આ અણમોલ પ્રકૃતિ જતન રતન કે જેમણે રાજયમાં વિવિધ ઋતુઓમાં આવતા અનેક મહેમાન પંખીઓ અને ઘર આંગણના પંખીઓ પર મહાનિબંધ, શોધકારક માહિતી ઉપલબ્ધ કરાવી અનેક વખત ડૉક્ટરેટ કરી શકાય તેટલું સંશોધનાત્મક કાર્ય કરવામાં પોતીકું આયખુ ખર્ચી નાખ્યું. બર્ડવોચર તરીકે વિશ્વભરમાં પોતીકી આગવી ઓળખ ઉભી કરનાર લાલસિંહભાઈ નો જન્મ 1925માં સુરેન્દ્રનગરના લિબડીમાં થયો હતો, સ્વભાવે ઓછાબોલા અને તેથી જ પ્રકૃતિ સાથે વધારે ઘરોબો રહ્યો હશે. પ્રકૃતિનું સતત નિરીક્ષણ તેમને રાજવી ખાચર પરિવાર સુધી દોરી ગયું. લવકુમાર ખાચર સાથેની તેમની પક્ષીનિરીક્ષણ પ્રવૃતિએ તેમના જીવનને એક વિશેષ લક્ષ આપ્યું.મેટ્રિક સુધી લીમડી અને BA ભાવનગરથી કર્યું, સરકારી નોકરી દરમ્યાન પોતાની અંદર રહેલો પ્રકૃતિપ્રેમ ક્યારે ક્ષિતિજે આંબી ગયો તે અનેક ગામસીમાડા, વીડ, વગડો ખેતરો તેમને સાવ પોતીકા લાગવા લાગ્યા. લવકુમાર સાથેના પરિચય પછીતો પ્રકૃતિદર્શન ધીરેધીરે રગેરગમાં ભળી ગયું, ગુજરાતના તમામ પંખી અભ્યારણો, જંગલો, જલવિસ્તારો તેમના પોતીકા બની રહ્યા, બરડો, હિંગોળગઢ, પોરબંદર, કચ્છ જ્યાં થી કોઈ નવા પંખીના સગડ આવે કે લાલસિંહભાઈ પહોંચ્યા જ સમજો. પંખીઓને સતત જોયા કરવા, તેમની રોજની પ્રવૃત્તિ નોંધ્યા કરવી, ક્યાં, ક્યારે તેમનું આવાગમન થાય તેનું દરેક ઋતુઓમાં અભ્યાસ કરી તારણો આપવા જેવા ખૂબ ધીરજ માંગી લેતા કાર્યમાં તે એવા તો ઓતપોત થયા કે દુનિયાદારી ભૂલી ગયા.તેમણે જીવનકાળ દરમિયાન અનેક પ્રકૃતિશિબિરોમાં તાલીમ આપી પ્રકૃતિના જતન તેમજ પક્ષી સંરક્ષણ માટે પ્રેરણા પૂરી પાડી છે. રાજ્ય અને દેશભરમાં અનેક સંસ્થાઓમાં તેઓ સતત કાર્યશીલ રહ્યા હતા.1985 પછી પાંચેક વર્ષ અમદાવાદ થલતેજ ટેકરા ખાતે આવેલા પર્યાવરણ શિક્ષણ કેન્દ્રમાં કામગીરી દરમ્યાન ગુજરાતમાં ઠેર ઠેર ફરીને પક્ષીઓની ઝીણવટભરી માહિતી એકત્ર કરીને ગુજરાતી ભાષામાં પંખીઓની અધિકૃત માહિતી આપતા અનેક પુસ્તકો જેવા કે, પંખીઓ ની ભાઈબંધી, જીવનભરના સાથી આસપાસના પંખી, વીડ-વગડાના પંખી, વનઉપવનના પંખી, પાણીના સંગાથી વગેરેનો સમાવેશ થાય છે. તે પુસ્તકોની પૂરક માહિતી અને પંખીઓ ના સ્કેચ કરવા વાળા આર્ટીસ્ટ માં એક આજના જાણીતા પર્યાવર્ણપ્રેમી અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર મુકેશ આચાર્ય હતા, તેઓ જણાવે છે કે લાલસિંહ દાદા પાસેથી મેં ઘણી પ્રેરણા મેળવી છે. તો મારા પર્યાવરણ વિષયને ઉજાગર કરતા પુસ્તક "વનની વાટે" ની અનેક ઉપયોગી માહિતીમાં મુકેશભાઈ ઉપયોગી બન્યા હતા તેટલા કે તેથી વધારે ઉપયોગી લાલસિંહ દાદાના પુસ્તકોની માહિતી અને સતત તેમની સાથે થયેલી વાતોનું માર્ગદર્શન ઉપયોગી બન્યા છે, તેમની મુલાકાત વખતે એક વાતે મને વધારે પ્રભાવિત કર્યો અને તે વાત એ હતી કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં યજમાન અને મહેમાન બંને પંખીઓના ગુજરાતી નામો ઉજાગર કરવાનો અથવા તો નવા ગુજરાતી નામો આપવાનો એક નવો શિરસ્તો લાલસિંહ દાદાએ શરૂ કર્યો હતો. જેમાંથી પ્રેરણા લઈ મેં વનની વાટે પુસ્તકમાં તમામ પંખીઓના દેશી, તળપદી ગુજરાતી નામો જ રાખ્યા છે જેનું અંગ્રેજી કરવા ડિક્શનરી લેવી પડે...જેમાંના કેટલાક નામોની ઝલક ગાંધારી, દિવાળી ઘોડો, ગયણો..
આવા તો અનેક ચમત્કૃતિક નામો એ લાલસિંહ દાદાની દેણ છે, જેના ઉપકાર નો ઋણાનુબંધ ગુજરાતની પ્રકૃતિપ્રેમી પ્રજા ક્યારેય ચૂકવી શકશે નહીં. ચોરાણું વર્ષ થયાં હોય ત્યારે સો કેમ નહીં તેનો અફસોસ રહેશે...
ગુજરાત સરકારે તેમને અવગણ્યા છે તે કડવી વાસ્તવિકતા છે.જો કે કલાકારો માટે આ સરકાર હમેશ નબળી સાબિત થઈ છે તેવું મારું અંગત માનવું છે. છેલ્લા બે દશકથી સરકાર દ્વારા શ્રેષ્ઠ કલા પુરસ્કાર કે જે રવિશંકર રાવલ પુરસ્કાર તરીકે (એક લાખ રૂપિયા સાથે) અપાતો હતો તે બંધ કરી દેવાયો છે, શંકરસિંહ વાઘેલા સરકાર વખતે શ્રેષ્ઠ અખબારી પુરસ્કારો (લગભગ દસ વિષયે) તે પણ બંધ છે, ગુજરાત લલિતકલા એક સ્વાયત સંસ્થા છે તેમાં પણ બે દશકથી કલાકાર સમિતિ કે અધ્યક્ષની નિમણૂક કરાતી નથી. રમતગમત કે અન્ય ક્ષેત્રે પણ આવી જ સ્થિતિ છે, કલા વિભાગ માટે યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી કે સંત્રીઓ ને કલા સાથે બારમો ચંદ્ર હોય છે. એકબાજુ આખું વિશ્વ પર્યાવરણની ચિંતા કરે છે ત્યારે ગુજરાતમાં નિવડેલા, ઉત્તમ ગજાના, જગપ્રસિદ્ધ પક્ષીવિદ વિદાય લે છે ત્યારે આમજનતા, કલાજગત, સૌને લાલસિંહ ભાઈના જવાનું દુઃખ કરતા સરકારે કે સરકારી બાબુઓએ, કહેવાતા વિશેષગ્યો, મીડિયા કોઈએ તેની નોંધ લેવાની દરકાર સુધ્ધા ના કરી તે મારે માટે ના જીરવાય, ના કહેવાય કે ના સહેવાય તેવો ચોગુણો આઘાત છે...
ખેર આવ્યા છે તે સહુ જવાના છે તે હકીકત છે. પ્રભુ તેમના આત્માને અંતમાર્ગે કોઈ તકલીફ ન આપે તેવી પ્રાર્થના...
કલાકાર ક્યારેય તેની હાજરીમાં સાચું સન્માન નથી મેળવી શકતો તેનો આ જાગતો પુરાવો...હા તેમણે પ્રકૃતિસેવાનું વળતર માગ્યું ન હતું, પણ તેની કદર ના કરી શકીએ તો કલાકારની હરોળમાં બેસવા તો ઠીક ઉભા રહેવામાં પણ નાનમ અનુભવું છું. મારા મીડિયામિત્રો ને હું કોઈક મદદ કરી શકીશ તો લાલસિંહ રાઓલને સાચી શ્રદ્ધાંજલિ આપ્યાનો ભાર ઊતર્યા નો અહેસાસ કરી શકીશ.