Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં વીરપુર, બગદાણા, સોમનાથ, અંબાજી, સતાધાર, સાળંગપુર, વડતાલ સહિતના અનેક મંદિરો-દેવસ્થાનો-યાત્રાધામો પર ભોજન પ્રસાદીની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવેલ છે. કેટલાક સ્થળો પર તો વર્ષોથી આ ભોજન-પ્રસાદની સુવિધા અપાઈ રહી છે. ત્યારે હવે ગુજરાતના વધુ એક મંદિરે જતા શ્રદ્ધાળુઓને હોટલો-રેસ્ટોરન્ટ પર જમવું નહીં પડે. સોમવારથી (7 ઓક્ટોબર) ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા જતા તમામ ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે. આ અંગે ડાકોર ટેમ્પલ કમિટી (Dakor Temple Committee) દ્વારા નિર્ણય લેવાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ