ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે એવી માગણી કરવામાં આવી હતી કે ગુજરાતમાં અમેરિકન કોન્સ્યુલેટ સ્થાપવા માટે અમેરિકા સાથે વાતચીત કરવામાં આવે અને પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાત વખતે પણ એ રીતે માગણી કરવામાં આવી હતી કે અમેરિકા અમદાવાદમાં કોન્સ્યુલેટની સ્થાપના કરે. ઘણાં દાયકાઓથી પેન્ડિંગ આ મુદ્દાને રાજ્ય સરકાર દ્વારા ટ્રમ્પની મુલાકાત સમયે ઉઠાવવામાં આવ્યો હતો