ગૂગલ સહિતની 15 આઈટી કંપનીઓએ જણાવ્યું છે કે તેઓ ડિગ્રી વગરના કૌશલ્યપૂર્ણ વ્યક્તિઓને પણ હવે નોકરીએ રાખી શકે તેમ છે. નોકરીની જાણકારી આપતી વેબસાઈટના જણાવ્યા અનુસાર ઘણા ઉમેદવાર જાતે શીખે છે, કૌશલ્ય ધરાવે છે પરંતુ ડિગ્રી હોતી નથી. આવા લોકોને નોકરી આપવી એ કંપનીઓની જવાબદારી બનતી હોય છે. ડિગ્રી જોયા વગર નોકરી આપવા તૈયાર કંપનીઓમાં એપલનો પણ સમાવેશ થાય છે.