અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને સાબરમતી રીવરફ્રન્ટ પાર્ક અને ફ્લાવર ગાર્ડન ખાતે ફ્રી વાઈ-ફાઈ સુવિધા શરૂ કરવામાં આવી છે. બીઆરટીએસ પછી હવે કોર્પોરેશન દ્વારા સુભાષબ્રિજ નજીક રીવરફ્રન્ટ પાર્ક ગાર્ડન અને એલિસબ્રિજ-સરદારબ્રિજ વચ્ચેના ફ્લાવર ગાર્ડનમાં ફ્રી વાઈફાઈનો લાભ નાગરિકોને મળી શકશે.