જનપ્રતિનિધીઓ સતત બેફામ થઈ રહ્યા છે અને અધિકારીઓ-કર્મચારીઓને ફટકારવા કે અપમાનિત કરવા મંડયા છે. બેફામ જનપ્રતિનિધિઓની કલબમાં હવે કોંગ્રેસના ધારાસભ્ય નિતેશ રાણેની એન્ટ્રી થઈ છે. ધારાસભ્ય રાણે, નગરાધ્યક્ષ સમીર નલાવડે અને સ્વાભિમાન પક્ષના ૪૦ જેટલાં કાર્યકર્તાઓએ મુંબઈ-ગોવા હાઇવે ઉપર કાદવ અને ખાડા સામેનો રોષ નાયબ ઇજનેર પ્રકાશ શેડેકરે પર કાઢયો હતો. રાણે અને તેમના કાર્યકરોએ નાયબ ઇજરનેરને ગડનદીના પુલ સાથે બાંધ્યો અને તેના માથા પર કાદવ ભરેલી ડોલો ઠાલવી હતી. નિતેશ રાણેએ નગરપાલિકાના ડેપ્યુટી એન્જિનિયરને કણકવલી વિસ્તારમાં નિરીક્ષણ માટે બોલાવ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઇએ ઘટનાનો વીડિયો જારી કર્યો છે. તેમનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઇંદોર-૩ વિધાનસભા સીટના ભાજપ વિધાનસભ્ય આકાશ વિજયવર્ગીય નિગમ કર્મચારીને બેટથી ફટકારી સમાચારોમાં છવાયેલા છે. કોન્ગ્રેસ સતત તેમના પર હુમલો બોલાવી કાર્યવાહી કરવાની માગ કરી રહી છે.