સિવિલ એવિએશન સેન્ટરના રેગુલેટર DGCAએ એરલાઈન્સ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ નવા નિયમોને લઈને ફ્લાઈટ ટિકિટ ટુંક સમયમાં સસ્તી થઈ શકે છે. DGCAને માહિતી મળી હતી કે કેટલીક વખત પેસેન્જર તે સેવાઓની ચૂકવણી કરી રહ્યા છે, જેનો તેઓ ઉપયોગ જ નથી કરતા. આ સેવાઓની અનેક પેસેન્જરને જરૂર પણ નથી પડતી. એટલા માટે DGCAએ નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે પેસેન્જરને માત્ર તેમની સેવાઓ માટે ચૂકવણી કરવી પડશે, જેનો તેઓ ઉપયોગ કરવા માગે છે.