મેસેજીંગ એપ વોટ્સએપ ટૂંક સમયમાં જ એક નવું અપડેટ લાવી રહ્યું છે. જેની સાથે જ દુનિયાભરમાં આ લોકપ્રિય ઈન્ટરનેટ મેસેજિંગ એપનો ઉપયોગ કરનારા 2 અબજથી વધારે યૂઝર્સના ચેટ્સ હવે પહેલા કરતા વધારે સુરક્ષિત બની જશે. આ અપડેટ રોલઆઉટ ન થાય ત્યાં સુધી કદાચ મેસેજ એટલા સિક્યોર નથી જેટલા આપ વિચારતા હશો. જો કે, WABetaInfo ના રિપોર્ટ અનુસાર, વોટ્સએપના બીટા વર્ઝનમાં બે મોટા બદલાવ જોવા મળ્યા છે અને આને જલ્દી રોલઆઉટ કરવામાં આવી શકે છે.
વોટ્સએપમાં થનારા બદલાવની વાત કરીએ તો, એપમાં હવે આપની ચેટ હિસ્ટ્રી માટે ઈન્ક્રીપ્શન iCloud પર હોસ્ટ કરવામાં આવશે. આઈફોન યૂઝર્સ માટે આ ખુશીના સમાચાર છે. કારણ કે અત્યારસુધી iCloud પર લેવામાં આવનારા ચેટ બેકઅપ વોટ્સએપના એંડ-ટૂ-એંડ ઈન્ક્રિપ્શનથી પ્રોટેક્ટેડ નથી રહેતા. આ પહેલા પણ આવેલા અપડેટમાં આ ફિક્સ નહોતું કરવામાં આવ્યું. જો તમે હજી પણ આઈફોન પર વોટ્સએપ ચેટ્સને iCloud પર બેકઅપ લો છો તો વોટ્સએપ પર પાસવર્ડ વગર જ આ ડીક્રિપ્ટ કરવામાં આવી શકે છે. એટલે કે iCloud ને હેક કરનારા સાયબર ક્રિમિનલ્સ યૂઝર્સની વોટ્સએપ ચેટ વાંચી શકે છે.આ ફીચર્સને વોટ્સએપમાં ક્યારે અપડેટ કરવામાં આવશે એની હજી સત્તાવાર રીતે જાણકારી મળી નથી.