કેન્દ્ર સરકાર હાઇવે અને એક્સપ્રેસ વે પર અંતર પ્રમાણે ટોલની નીતિ પર એક કદમ આગળ વધી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે "ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) નો ઉપયોગ કરતા ખાનગી વાહન માલિકોને હાઇવે અને એક્સપ્રેસ વે પર 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે દરરોજ કોઈ ટોલ વસૂલવામાં આવશે નહીં."