રેલવે મંત્રાલય દ્વારા હવે ટ્રેન ટિકિટ પર બારકોડ છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. IRCTCની વેબસાઈટ અને રેલવે ટિકિટ બુકિંગ કાઉન્ટરથી ખરીદવામાં આવેલી ટ્રેન ટિકિટ પર આ બારકોડ છાપેલો હશે. રેલવેના કાળાબજારીયાઓને રોકવા તથા પ્રવાસીઓને છેતરપિંડીથી બચાવવા ટ્રેન ટિકિટ પર બારકોડ છાપવાનું નક્કી કરાયું છે. ટ્રેનમાં ટીટીઈને પણ એવા મશીન અપાશે જે બારકોડ વાંચી શકશે.