અમદાવાદ પોલીસે પોલીસ સ્ટેશનમાં જ કેન્ટિન બનાવવાનું નક્કી કર્યુ. અનિયમિત ખાનપાનના કારણે પોલીસની કામગીરી પર અસર પહોંચે છે, તે ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે. પોલીસ કમિશનરે કહ્યું કે, પોલીસકર્મીઓ સ્ફૂર્તિમાં રહે તેવો ખોરાક મળે તે માટે ફૂડ એક્સપર્ટ અને ન્યૂટ્રિશનિસ્ટ રોકીશું. આ ઉપરાંત પોલીસ સ્ટેશનને સ્માર્ટ પણ બનાવાશે.વસ્ત્રાપુર પોલીસમથકથી તેની શરુઆત થશે. પોલીસને મેનેજમેન્ટ માટે IIM,અમદાવાદ મદદ કરશે.