ગુજરાતના કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા જણાવ્યું છે કે 13 નવી તાલુકા કોર્ટ શરૂ કરાશે, 46માંથી 38 ફેમિલી કોર્ટ કાર્યરત છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યની તમામ અદાલતોમાં મીડીએશન સેન્ટર દ્વારા સમાધાન માટે રજૂ કરવામાં આવેલા કેસો પૈકી ૨,૦૦૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું કાયદા મંત્રીએ જણાવ્યું હતું. જ્યુડીશરી સેવા સાથે સંકળાયેલા ન્યાયાધિશો, કોર્ટ કર્મચારીઓ તથા સરકારી વકીલોની સ્કીલ અપડેશન માટે આગામી વર્ષમાં રૂા. ૧૫.૪૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અદાલતોના સંકુલ, રહેણાંકના મકાનો માટે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ રૂા. ૧,૧૦૩.૫૯ કરોડની મંજૂરી આપવામાં આવી હતી. આગામી વર્ષ માટે રૂા. ૭૪.૯૬ કરોડના નવા કામો માટે જોગવાઇ કરવામાં આવી છે. વિવિધ અદાલતોને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા રૂા. ૮૨૯.૮૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.