દસ લાખ રૂપિયાથી વધુ કિંમતના હેંડબેગ, કાંડા ઘડિયાળ, શૂઝ-ચંપલ અને સ્પોટ્સ ર્વેર જેવી લકઝરી વસ્તુઓ પર હવે એક ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (ટીસીએસ) લાગશે.
હાલમાં એક જાન્યુઆરી, 2025થી 10 લાખ રૂપિયાથી વધુ કીંમતવાળા મોટર વાહનો પર એક ટકાના દરથી ટીસીએસ લગાવવામાં આવી રહ્યો છે.
આવકવેરા વિભાગે 22 એપ્રિલ, 2025થી 10 લાખ રૂપિયાથી વધુની વિશિષ્ટ લકઝરી વસ્તુઓના વેચાણ પર એક ટકા ટીસીએસ લગાવવા નોટિફિકેશન બહાર પાડયું છે.