‘મહા’વાવાઝોડાને લઈ હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, હાલ મહા વાવાઝોડું વેરાવળથી 540 કિમી દુર ઈસ્ટ સેન્ટ્રલ અરેબિયન સમુદ્રમાં છે. 5 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી 40થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. 4 તારીખે મહા વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બની જશે. ત્યારબાદ તે નબળું પડતું રહેશે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા તરફ આવશે. 6 નવેમ્બરથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયામાં વરસાદ પડશે. જેમાં સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ધોધમાર વરસાદ પડશે.