ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદને રવિવારે સાંજે યુપી પોલીસની સ્ટેટ ટાસ્ક ફોર્સના ૪૦ જવાનો વિશેષ સુરક્ષા બંદોબસ્ત સાથે પ્રયાગરાજ લઇ જવા માટે નીકળ્યા હતા. અમદાવાદથી પ્રયાગરાજનો ૧૨૫૦ કિલોમીટર જેટલો રૂટ કાપતા ૩૬ કલાક જેટલો સમય થશે. પ્રયાગરાજ કોટમાં તેને વર્ષ ૨૦૦૬-૦૭ના ઉમેશપાલ અપહરણ અને ખંડણી કેસમાં ૨૮મી માર્ચે રજૂ કરવામાં આવશે. જ્યારે અતીક અહેમદને સાબરમતી જેલથી ગાડીમાં બેસાડવામાં આવ્યો ત્યારે તેણે યુપી પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે યે લોગ મેરી હત્યા કરના ચાહતે હે.. યુપી પોલીસ તેને રાજસ્થાન ઉદેપુરના માર્ગે પ્રયાગરાજ લઇ ગઇ છે