ગુજરાતમાં રાજકીય પક્ષોના પ્રચંડ પ્રચાર વચ્ચે હવે આજથી વિધિવત રીતે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આજે ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા અને 5 વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થશે. નોટિફિકેશન જાહેર થતા જ આજથી ઉમેદવારી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થશે. જેના માટે રાજ્ય ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગુજરાતનો ચૂંટણી કાર્યક્રમ જોઇએ તો આજથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થશે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાશે.