સંસદના ચોમાસુ સત્રમાં પસાર કરાયેલા ૩ વિવાદાસ્પદ કૃષિ ખરડાની બંધારણીય યોગ્યતાને પડકારતી સંખ્યાબંધ અરજીઓની સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી ૪ સપ્તાહમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો.
અરજકર્તા રાકેશ વૈષ્ણવના વકીલ પી. પરમેશ્વરને જણાવ્યું હતું કે, તાજેતરમાં ઘડાયેલા કૃષિ કાયદા છત્તીસગઢના સ્થાનિક કાયદાઓને અગમ્ય રીતે નાબૂદ કરી નાખે છે. જવાબમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ મામલો અન્ય રાજ્યોમાં પણ ઊભો થઇ શકે છે તેથી અમે કેન્દ્ર સરકારનો જવાબ માગીશું.