પશ્ચિમ બંગાળમાં આઠમાંથી પાંચ તબક્કાનું મતદાન બાકી છે. એવામાં ચૂંટણી પંચે મમતા બેનરજીને એક નોટિસ મોકલી છે. મમતા પર ધર્મના નામે મત માગવાના આરોપોને પગલે આ નોટિસ મોકલવામાં આવી છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે મમતાએ મુસ્લિમોને ટીએમસીને મત આપવા કહ્યું હતું.
સાથે એવો પણ દાવો કરાઇ રહ્યો છે કે મમતાએ મુસ્લિમોને ભાજપ સામે એક થવાની અપીલ કરી હતી. આ સમગ્ર અહેવાલોની નોંધ લઇને ચૂંટણી પંચે મમતા બેનરજીને ચૂંટણીની આચાર સંહિતાના ભાગ બદલ આ નોટિસ પાઠવી છે. એક અહેવાલ અનુસાર મમતાએ આ નિવેદન હુગલી જિલ્લામાં એક ચૂંટણી સભાને સંબોધતી વેળાએ આપ્યું હતું. ચૂંટણી પંચે મમતા બેનરજીએ પોતાનો જવાબ આપવા માટે ૪૮ કલાકનો સમય આપ્યો છે. જો મમતા જવાબ ન આપે તો બાદમાં તેમની સામે ચૂંટણી પંચ આગામી કાર્યવાહી કરી શકે છે.ચૂંટણી પંચ સમક્ષ મમતા સામે આ ફરિયાદ ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીના એક ડેલિગેશન દ્વારા કરવામાં આવી હતી.