ભારત સરકારના ઈલેક્ટ્રોનિકસ એન્ડ ઇન્ફોર્મેશન ડીપાર્ટમેન્ટે ફેસબુકને ડેટા ચોરી મામલે કેમ્બ્રિજ એનાલીટીકાને નોટીસ મોકલી છે. 31 માર્ચ સુધી 6 પ્રશ્નોનો જવાબ આપવાનું કહ્યું છે. આ પ્રશ્નમાં કંપનીએ કયા યુઝર્સનો ડેટા કલેક્ટ કર્યો છે, આ ડેટાનો ઉપયોગ ક્યાં કર્યો છે, કયા યુનિટ્સની મદદ લીધી છે અને ઉપયોગકર્તાની મજુરી લીધી છે કે નહી તે બાબતે ખુલાસો પૂછાયો છે.