ચંદીગઢ યુનિવર્સિટીનાં બોર્ડ પર લખવામાં આવેલી એક સૂચના વાયરલ થઇ છે. નોટિસ બોર્ડ પર લખ્યું હતું કે જો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ વગર મળશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે. યુનિવર્સિટીનાં લેટરહેડ પર લખાયેલી આ સૂચના યુનિવર્સિટીના નોટિસ બોર્ડ પર લાગી હતી. સત્તાવાળાઓને તપાસમાં જાણવા મળ્યું કે એક વિદ્યાર્થીએ દ્વારા આવી હરકત કરવામાં આવી હતી. હાલ સૂચના હટાવી લેવાઈ છે.