જાણિતા લેખક તારેક ફતેહનું નિધન થયું છે. વર્ષ 1949માં પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા તારેક ફતેહે 73 વર્ષની વયે કેનેડામાં અંતિમ શ્વાસ લીધા હતા. આ માહિતી તેમની પુત્રી નતાશા ફતેહે ટ્વીટ કરીને આપી હતી અને કહ્યું હતું કે તેમની ક્રાંતિ તે તમામ લોકો સાથે ચાલુ રહેશે જેઓ તેમને જાણતા અને પ્રેમ કરતા હતા.