-
હિન્દી સાહિત્યના એક જાણીતા મહિલા લેખિકા કૃષ્ણા સોબતીએ પોતાની શબ્દોની રમત સંકેલી લીધી છે. 18 ફેબ્રુઆરી 1925માં આજના પાકિસ્તાનના ગુજરાત પ્રાંતમાં જન્મેલા કૃષ્ણા પરિવાર સાથે ભારત-દિલ્હી આવીન વસ્યા હતા. તેમણે “ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિન્દુસ્તાન”નામના પુસ્તકમાં જન્મસ્થળ ગુજરાત અને ભારતના ગુજરાતના પોતાના સંસ્મરણો આલેખ્યા છે. તેઓ કહેતા કે મર્યા પછી પણ શબ્દો જિવિત રહે છે એટલે ધીમેથી બોલવું નહીં. આજે તેઓ રહ્યાં નથી પરંતુ તેમના શબ્દો જિવિત છે અને તે દ્વારા તેઓ વાચકોના દિલમાં જીવિત રહેશે. તેમણે પોતાના ઉપન્યાસ “ મિત્રો મરજાની” દ્વારા સ્ત્રી સશક્તિકરણનો અહેસાસ કરાવ્યો હતો. તેમને સાહિત્ય અકાદમી, શિરોમણિ પુરસ્કાર, હિન્દી અકાદમી પુરસ્કાર વગેરેથી સન્માનિત કરાયા હતા. 93 વર્ષની વયે આજે સવારે તેમનું નિધન થયું હતું.