-
અંબરીષ પરીખ. એક એવું નામ કે જેમણે હિન્દી ફિલ્મોના સુવર્ણ કાળમાં અનેક ગાયક કલાકારોને આગળ આવવાની તક આપી અને વિસરાતા સૂર નામને એક આગવી ઓળખ આપનાર એવા અંબરીષ પરીખે ચીર વિદાય લીધી છે. તેમના વગર વિસરાતા સૂર...... જાણે કે ખરેખર વિખેરાઇને વિસરાઇ જશે. ગીત-સંગીતના કાર્યક્રમો માટે તેઓ એક નવો ચીલો પાડનાર ટ્રેન્ડ સેટર હતા તો કેટલાય કલાકારો માટે વાસ્તવમાં ભિષ્મ પિતામહ સમાન હતા. જાણીતા સંગીતકાર નૌશાદ સહિત કેટલાય સંગીતકારો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્ટેજ શો બદલ શંકર-જયકિશન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. એવા અંબરિષ પરીખને તેમના શુભેચ્છકો અને મિત્ર-વર્તુળો દ્વારા તેમને આદરાંજલિ આપવામાં આવી છે. અલવિદા,વિસરાતા સૂર....