જાણીતા લેખક પ્રકાશ ન .શાહનું નાગરિક અભિવાદન કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાખંડ ખાતે યોજાઈ ગયો. જેમાં ‘માતબર મુલાકાતો સ્વરૂપે વ્યક્તિ વિશેષના જીવન-સર્જનનું અંતરંગ આલેખન કરતું પુસ્તકનું વિમોચન કરાયું હતું અને ‘મોક કોર્ટ’નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રકાશ ન. શાહે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, બી. એ થયો ત્યાં સુધીમાં જેને નોનફિક્શન વાચન કહીએ તેમાં મારી પસંદગીના ત્રણ પુસ્તકો મુખ્ય હતા. જેમાં રાધાકૃષ્ણન લેખિત ‘હિંદુ વે ઓફ લાઈફ’, ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ અને રવીન્દ્રનાથનું ‘સ્વદેશી સમાજ’ નો સમાવેશ થાય છે. મને ઘણી વાર લાગે છે મે લોહિયાને વાંચ્યા ન હોત તો ગાંધીજી માટે મારું ખેંચાણ આટલું ન થયું હોત. ગાંધી વિશે મારો ભાવ લોહિયા થકી અને માર્ક્સ વિશેનો મારો ભાવ જેપી થકી વધ્યો તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ગંગા સતીના ભજનનું મારા જીવનમાં મહત્વ રહ્યું છે, ‘રમવા આવો મેદાનમાં, તમને બતાવું નવલા દેશ, નહી વરણ, નહીં વેશ.’ આ ભજનની ફીલોસૂફી સમજાવી હતી
તેઓ વધુમાં પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું કે યુક્ત થાઓ, મુક્ત થાઓ વિશે પણ ઊંડાણ પૂર્વક વાત કરવામાં આવી હતી. જયારે ગાંધીવિચાર વિશે વાત કરતા કહ્યું હતું કે ગાંધી જનરલ હવામાં હતા, પણ મારી મુખ્ય નિસબત હતા એવું નહોતું. ધીરે ધીરે ઈટ ડેવલપડ-એમ.એમાં વાચન દરમિયાન અને પછી ગાંધીજીનું પહેલું આકર્ષણ મને બે પ્રકાર થયું. સ્કૂલમાં હતો ત્યારે જુદું નેરેટીવ હતું. એક રાજાને મળવા આપણા દેશના કપડામાં ગયા .એટલે એક દર્પ તરીકે-રાષ્ટ્રગૌરવ તરીકે. પછી જેમ જેમ વાંચતા ગયો તેમ તેમ સમજતો ગયો કે આ રાજા સામેનો દર્પ હતો એના કરતાં વધારે સામાન્ય માણસ સાથેની એકરૂપતા હતી .એ જનવિરાટની જોડે જતી વાત હતી અને કારણે રાષ્ટ્રવાદની મારી સમજ બદલાઈ. ‘રાષ્ટ્રવાદ પુનર્વિધાન માગે છે’ એમ હું લખું છું, એ હમણેના ગાળામાં પહેલી વાર નથી લખ્યું. પહેલાં પણ લખ્યું હતું. એમાં નેરેટિવ ગાંધીનો છે.
લેખક પ્રકાશ ન.શાહનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુજરાતી ભાષાના લેખકો, પત્રકારો અને સાહિત્ય રસિકો પણ ઉપસ્થિત રહ્યા.