સુપ્રીમ કોર્ટે સોમવારે બળજબરીથી ધર્મ પરિવર્તનને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરીને કહ્યુ કે આ મામલાને રાજકીય રંગ ન આપવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના પ્રવકતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે બળજબરીથી ધર્મ પરિવર્તનને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ આર વેંકટરમણીને 7 ફેબ્રુઆરી સુધીમાં આ મામલે તેમના સૂચનો આપવા અપીલ કરી છે.