રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ભારત અને ઈન્ડોનેશિયાના ઉલેમાઓને આતંકવાદ અને ઉગ્રવાદ સામે સહિષ્ણુતા, સૌહાર્દ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા આગળ આવવાનું આહ્વાન કર્યું છે. ભારત અને ઈન્ડોનેશિયા બંને દેશોમાં મુસ્લિમોની મોટી વસ્તી, બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઈસ્લામનો મુખ્ય હેતુ શાંતિ અને સુખાકારી છે