આપણી પ્રોડક્ટસ જ નહીં ભારતનો અવાજ પણ આખા વિશ્વમાં સંભળાવો જોઈએ. આખું વિશ્વ હવે ભારત તરફ નજર રાખે છે. આપણો અવાજ આખું વિશ્વ સાંભળે છે. ભારતની મીડિયાની પહોંચ વિશ્વ સુધી હોવી જોઈએ. વિશ્વની અનેક સંસ્થાઓ સુધી ભારતની મજબૂત પહોંચ હોવી જોઈએ તેમ એક પુસ્તકનાં વિમોચન પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે ટીકાઓએ ભારતની લોકશાહીને વધુ મજબૂત બનાવી છે. લોકોમાં કોરોના વાઇરસ અંગે જાગ્રતિ ફેલાવવામાં મીડિયાએ નિભાવેલી અસાધારણ ભૂમિકાની તેમણે પ્રશંસા કરી હતી. સોશિયલ મીડિયાના આ સમયમાં મીડિયાની પણ ટીકા થવી જોઈએ. લોકોએ ટીકામાંથી ઘણું શીખવાનું છે. જયપુરમાં તેમણે ગેટનું ઉદ્ઘાટન કર્યું હતું. વીડિયો દ્વારા તેનાં બે પુસ્તકોનું વિમોચન કર્યું હતું.