સંસદના બજેટસત્ર આજથી શરૂઆત થવા જઇ રહી છે. બજેટસત્ર શરૂ થાય તે પહેલા ગઈકાલે સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી હાજર રહી ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્રમાં સામેલ થતા પહેલા મીડિયા સાથે વાત કરી રહ્યા હતી.
સંસદ ભવનની બહાર મીડિયા સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિનું ભાષણ ભારતની બંધારણીય સંસદીય પ્રણાલીનું એક ગૌરવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આશાનું કિરણ ઉત્સાહની શરૂઆત લઈ સકારાત્મક અવાજો આવી રહ્યા છે. ભારતના રાષ્ટ્રપતિનું પ્રથમ સંબોધન સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે.
પીએમ મોદીએ કહ્યું કે આપણા નાણામંત્રી પણ એક મહિલા છે. આવતીકાલે તેઓ બજેટ રજૂ કરવાના છે. આજના વૈશ્વિક સંજોગોમાં માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર ભારતના બજેટ પર છે.