સોશિયલ મીડિયા પર વર્ષ ૨૦૧૮માં એક મહિલા પત્રકાર વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક પોસ્ટ કરવા બદલ તમિલનાડુના અભિનેતા-પૂર્વ ધારાસભ્ય એસ વે શેખરને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નહીં. સુપ્રીમ કોર્ટે તેની સામેનો કેસ રદ કરવાની શેખરની અરજી ફગાવતા કહ્યું કે, સોશિયલ મીડિયાનો વપરાશ કરનારે તેની અસર અને પહોંચ અંગે સાવધ રહેવું જોઈએ. વાંધાજનક, અપમાનજનક અથવા અભદ્ર પોસ્ટ કર્યા પછી માત્ર માફી માગી લેવાથી કામ નહીં ચાલે, સજા પણ ભોગવવી પડશે.