ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં તા. 1 ડિસેમ્બર અને તા. 5 ડિસેમ્બર, 2022ના રોજ યોજવાની આજે ભારતના ચૂંટણી પંચે જાહેરાત કરી છેઅને રાજકીય પક્ષોએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે તેવા સમયે રાજ્યસભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર શ્રી પરિમલ નથવાણીએ તમામ રાજકીય પક્ષોને જાહેર અપીલ કરી છે કે જામનગરને ગુન્હાખોરીમાં ધકેલે તેવા ઉમેદવારો ન આપતા.
શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, જામનગર શાંત-સલામત અને ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપી વિકાસ કરતું શહેર છે. વિકાસની અપાર શક્યતાઓ છે. જામનગર રાષ્ટ્રીય-આતંરરાષ્ટ્રીય સત્રે ઝગમગવા થનગની રહ્યું છે, આ મહત્વપૂર્ણ સ્થિતિમાં શહેરને શ્રેષ્ઠ-શિક્ષિત-સંસ્કારી, સમજદાર નેતાગીરી મળવી જોઇએ.
શ્રી નથવાણીએ દરેક પક્ષોને અપીત કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જામનગરને ગુંડાગીરીમાં હોમી દે તેવા ઉમેદવારો ન આપતા. નકારાત્મક અને ગુન્હાખોરીની વૃત્તિ અને ઇમેજ ધરાવતા નેતાઓને કોઇ પણ પક્ષે ટિકિટ આપવી ન જોઇએ. દરેક પક્ષોમાં સારા, તેજસ્વી, સકારાત્મક નોતાઓ ઘણાં હોય છે, આવા નેતાઓને તક મળવી જોઇએ. જામનગરની શાંતિ-સલામતી-સમૃધ્ધિ-વિકાસની ગતિ અવરોધે તેવા નેતાઓને ઉમેદવાર ન બનાવતા.