બંગાળમાં સીઆરપીએફના જવાનો ભાજપ માટે કામ કરી રહ્યા છે તેવા તદ્ન પાયાહિન અને ઉશ્કેરણીજનક નિવેદન બદલ ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીને વધુ એક નોટિસ ફટકારી છે.
મમતાએ મુસ્લિમોને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા હાકલ કરી તે મુદ્દે ભાજપની ફરિયાદ પર પણ ચૂંટણી પંચે મમતાને નોટિસ પાઠવી હતી. ચૂંટણી પંચની નોટિસ છતાં મમતાએ જણાવ્યું હતું કે તે ચૂંટણી પંચની નોટિસોથી ડરતી નથી અને તેમનાથી થાય તે કરી લે. હું બોલતી રહીશ કે સીઆરપીએફના જવાનો ભાજપ માટે કામ કરે છે.