અમદાવાદ શહેરનાં તમામ વિસ્તારોમાં ઓછાવત્તા પ્રમાણમાં ફેલાઇ ચૂકેલાં કોરોના વાયરસના કારણે એક પણ વોર્ડને ગ્રીન ઝોન જાહેર કરાયો નથી. મ્યુનિ.નાં 48 વોર્ડ પૈકી છ વોર્ડને રેડ ઝોન અને બાકીનાં 42 ઝોનને ઓરેન્જ ઝોન જાહેર કરાયાં છે.લોકડાઉન ખોલવાની ત્રીજી તારીખ નજીક આવતી જઇ રહી છે ત્યારે શહેરનાં કયા કયા વિસ્તારો નાગરિકો માટે જોખમી છે અને કયા ઓછા જોખમી છે તે જાહેર કરવુ અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં સરળતા રહે તે માટે મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ તમામ 48 વોર્ડમાં કોરોના કેસની સમીક્ષા બાદ રેડ ઝોન અને ઓરેન્જ ઝોનમાં વિભાજીત કરાવ્યા છે. જોકે શહેરનાં તમામ વોર્ડનાં જુદા જુદા વિસ્તારોમાં કોરોનાનાં એકથી વધુ કેસ નોંધાઇ ચૂકયા હોવાથી એક પણ વોર્ડને ગ્રીન ઝોન જાહેર કરાયો નથી.
બીજી બાજુ કોરોના રોગચાળો અને લોકડાઉનથી પરેશાની વેઠી રહેલાં શહેરીજનો દરરોજ જુદા જુદા વિસ્તારોમાં કોરોનાનાં કેસોનાં સમાચાર જાણીને પોતાનાં વિસ્તારમાં શું સ્થિતિ છે અને લોકડાઉન ખુલશે કે કેમ અને ખુલશે તો કેવુ વાતાવરણ રહેશે, ધંધા-રોજગાર શરૂ થશે કે કેમ તે જાણવા આતુર બન્યા છે ત્યારે મ્યુનિ. દ્વારા ઉપરથી મળેલી સૂચના મુજબ રોગચાળાની ગંભીરતા દર્શાવતાં રેડ અને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ ઝોનનાં દાણીલીમડા અને બહેરામપુરા તથા મધ્ય ઝોનનાં શાહપુર, દરિયાપુર, ખાડિયા તથા જમાલપુર વોર્ડ એમ છ વોર્ડને રેડ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારોમાં કોરોનાનાં પોઝિટિવ કેસ મળવાનુ પ્રમાણ સૌથી વધુ અને મરણાંક પણ સૌથી વધુ નોંધાયો છે. જયારે બાકીનાં તમામ ઝોનનાં 42 વોર્ડને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
મ્યુનિ. હેલ્થ ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ રીતે શહેરનાં 48 વોર્ડને રેડ અને ઓરેન્જ ઝોનમાં વિભાજીત કરવાથી નાગરિકોને કેવા સાવચેતીનાં પગલા સાથે કયાં જવુ તેની સમજ પડશે. તેમજ રેડ ઝોનમાં પણ કેવી છુટછાટ આપવી તે નક્કી કરી શકાશે.