મહાકુંભ મેળા 2025માં મૌની અમાવસ્યાના દિવસ 29 જાન્યુઆરીના રોજ ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના નહીં પરંતુ 37ના મોત થયા હતાં, જેમાં 30 શ્રદ્ધાળુઓના મોત સંગમ ઘાટ નજીક 7 લોકોના મોત સંગમ વિસ્તારના અન્ય સ્થળો પર થયાં હતાં. તેમાં 35 મૃતકોના આશ્રિતોના બેંક ખાતામાં 25-25 લાખ રૂપિયાનું વળતર રકમ જમા કરાવાઈ ચુકી છે. બીજી તરફ આ દૂર્ઘટનામાં જીવ ગુમાવનારા 2 શ્રદ્ધાળુઓની હજી સુધી ઓળખ થઈ શકી નથી.