સાઉથ કોરિયામાં આવેલી ઇન્ટર કોરિયન સંપર્ક ઓફિસમાંથી નોર્થ કોરિયાએ અચાનક જ પોતાના કર્મચારીઓને પરત બોલાવી લીધા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ પગલાના કારણે બંને દેશોની વચ્ચે ફરી એક વખત તણાવ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત 27 ફેબ્રુઆરીએ મળેલી નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સમિટ કોઇ પણ સમજૂતી વગર સમાપ્ત થઇ ગઇ હતી.
સાઉથ કોરિયાના યુનિફિકેશન મિનિસ્ટર ચુન હેઇ સુંગે મીડિયાને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્યોંગયાંગે સાઉથ કોરિયાના સંપર્ક કાર્યાલયથી કર્મચારીઓને પરત આવવાની સુચના આપી છે. આ નિર્ણય હાઇકમાન્ડના આદેશ અનુસાર લેવામાં આવ્યો છે. આ બાબતે નોર્થ કોરિયાનું કહેવું છે કે, ઇન્ટર કોરિયન સંપર્ક કાર્યાલયમાં અમારાં રહેવાથી અથવા નહીં રહેવાથી કોઇ ફરક પડતો નથી.