અમેરિકી વિદેશપ્રધાન માઇક પોમ્પિઓએ સોમવારે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઇલ પરીક્ષણ મથકોનું નિરીક્ષણ કરી શકે તે માટે તૈયાર થયા છે. ઉત્તર કોરિયાને પરમાણુ મુક્ત કરવા ઉત્તર કોરિયાએ અગાઉ આપેલી બાંયધરી બાદ આ મુદ્દે પેચ અટકેલો હતો.
પોમ્પિઓ રવિવારે પ્યોંગયોંગની ટૂંકી મુલાકાત સમયે કિમને મળ્યા હતા. તેમણે કહ્યું હતું આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ ટુકડી ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણ મથક અને પુંગેરી પરમાણુ પરીક્ષણ કેન્દ્રની મુલાકાત લઈ શકે તે માટે બંને પક્ષે તખ્તો ઘડાઈ ગયા પછી ઉત્તર કોરિયાની મુલાકાત લેશે.